Saturday - Jul 04, 2026

"મોરબીના વિકાસ માટે મહાનગર પાલિકા આવશ્યક.."નિલેશ જેતપરિયા

મોરબી શહેર નો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તે જોતા અહી મહાનગર પાલીકા આવવી ખુબ જ જરૂરી છે પરંતુ અમુક  લોકોએ ત્યારે જે રીતે મવડા નો વિરોધ કર્યો અને કરાવ્યો જેમા ખાસ  જમીન લે વેચ મા ફાયદો જોતા લોકો અને સાથોસાથ બિનખેતી મા મળતી મલાઇ ખાનાર લોકો ટોળુ ભેગુ કરીને વિરોધ કર્યો ત્યારે સમજુ લોકો તે વખતે મુંગા રહી અને સહન કર્યુ અને મવડા હટતા ગામના તમામ લોકો એ હાલાકી ભોગવવી  પડી ત્યારે આજે રાજકોટ હોય કે સુરત અથવા તો અમદાવાદ તેનો વિકાસ જે રીતે થયો તે મહાનગરપાલિકા વગર શક્ય નથી અને જો સુવિધા ભોગવવી હોય તો થોડીક ટેક્સ વગેરે આપવાની માનસિકતા પણ રાખવી પડે ત્યારે ફરી આજે મહાનગરપાલિકા નો વિરોધ થઇ રહ્યો છે ત્યારે જેમને બિનખેતી અને મંજુરી આપવામા માલ બનાવવો છે તે લોકો આમતેમ વાતો કરીને અને ભોળી પ્રજાને છેતરી ને વિરોધ કરાવી રહ્યા છે ત્યારે મોરબી ના આજુ બાજુ ના ગામના લોકોએ ખાસ કેશ સ્ટડી  આ શહેરો નો કરવો જોઇયે જેમા સુરત નુ કતારગામ હોય કે પછી અમદાવાદ નુ બોપલ કે પછી ઘુમા ગામ કે પછી રાજકોટ નુ ગાંધી ગ્રામ હોય કે મવડી ગામ  આ બધા ગામના વિકાસનો અને ખેડુતો ની થયેલ માલામાલી નો અભ્યાસ કરવો જરૂરી છે બાકી ભોળી પ્રજા ને ગુમરાહ કરીને પોતાની આવકની દુકાન બંધ ના થાય તે માટે ગ્રામજનો ને વાતો મા લઇને વિરોધનુ વંટોળ ઉભુ કરીને મોરબી શહેર ના આજુબાજુ ના ગામડા ના લોકો અને તેના ભવિષ્ય ના વિકાસ માટે આવા લોકોથી ગ્રામજનો એ ચેતવુ જરૂરી છે.

જયા સુધી ગ્રામ્ય વિસ્તાર રહેશે અને ગામના અમુક લોકો ના હાથમા જ બધી ચાવીયો હશે ત્યા સુધી ગામડાનો વિકાસ નહી થાય કારણ કે શહેરીકરણ મા આવતા લોકો ને ધંધો કરતા હોય કે નોકરી તેઓ ને સરકારી મળતી સુવિધા મહાનગરપાલીકા મા મળે તે માટે શહેર મા આવતા હોય છે અને શહેરમા ફુટના પાંચ હજાર આપશે પરંતુ ગામડામા એક હજાર પણ નહી આપે ત્યારે તેમની માનસિકતા સમજીને કપાત ના હિસાબ છોડી ને મહાનગરપાલિકા ના સપોર્ટ માટે ગામડાઓ એ આગળ આવવુ જોઇયે .

હુ આજે આ વાત મારા અનુભવો અને શહેરીકરણ જયા જયા મહાનગરપાલિકા આવી તે ગામડા ના વિકાસ અને લોકો ને વિઘામા વેચાતી જમીનો ફુટ મા વેચાય અને તેમના જીવનમા આવેલ સુખાકારી અને કલેકટરો અને અધિકારીમિત્રોની સાથે થયેલ વાર્તાલાપ અને પરીણામ સ્વરૂપે જે મહાનગરપાલિકા ના સમાવેશ પછી થયેલ ગામડાના વિકાસ ના આધારે લખુ છુ મારે કોઇ પણ ગામડાના આગેવાનો સાથે કે રાજકીય આગેવાનો કે સરકારી લોકો ની સાથે આ મુદ્દે લેવા દેવા નથી કે કોઇ લોકો સાથે વાંધો કે દુશ્મનાવટ નથી પરંતુ ગામડાની ભોળી પ્રજા કોઇનો હાથો ના બને અને પોતાના વિકાસ માટે ની તકને જતી ના કરે તે માટે આજે મારા દિલની વાત કરેલ છે ત્યારે જે પણ ગામડા વિરોધ કરતા હોય તેમને રાજકોટ , અમદાવાદ , સુરત ની આજુબાજુ ના ગામડા જે મહાનગરપાલિકા મા ભળ્યા તેમનો અભ્યાસ કરે તેવી નમ્ર અપિલ સાથે મારા દિલની વાત કરેલ છે છતા કોઇ પણ લોકો ને આ મેસેજ થી દિલ દુભાય તો તેમની આગોતરી માફી પણ માંગુ છુ કારણ કે જરૂરી નથી કે આગેવાન આ બધી વાતો થી વાકેફ હોય કયારેક તે ગામડાના સારા માટે પણ આનો વિરોધ કરતા હોય ત્યારે તેમને પણ આ વાસ્તવિકતા સમજાય તે માટે તેમને પણ આ વાત સમજવી જરૂરી છે કારણકે તેના મનમા ગામડાની જમીન કપાય નિયમ મુજબ તેનાથી તેમને ગ્રામજનો બચાવવા હોય તેવી તેમની મનની લાગણી હોય શકે પરંતુ ગામના વિકાસ કપાત કરતા પણ મહાનગરપાલિકા વધુ થાય તે કદાચ તેમને ના પણ ખબર હોય એટલે તે વિરોધ કરતા હોય તેવુ પણ બની શકે એટલે આ બાબતે આગેવાનો ખોટા હોય તેવુ ના હોય તેવુ પણ બની શકે છે જેની પણ નોંધ લેવી જરૂરી છે .

આવો સાથે મળીને મહાનગરપાલિકા ને ટેકો આપીને મોરબી શહેર તેમજ આવનાર સમયમા જે પણ ગામડા મહાનગરપાલિકા મા આવે તેમના સુખાકારી અને વિકાસ માટે સહયોગ આપીને આપણી આવનાર પેઢીને નવી દિશા આપીયે તેવી શુભકામનાઓ સાથે અસ્તુ .

દેશ પ્રથમ , વંદે ભારત….
ભારત માતાકી જય..