Saturday - Jul 04, 2026

મોરબીની પાંચ વર્ષની બાળકી ફેશન શોમાં રાજ્યકક્ષાએ પ્રથમ

મોરબીની પાંચ વર્ષની બાળકી ફેશન શોમાં રાજ્યકક્ષાએ પ્રથમ

સામાન્ય રીતે પાંચ વર્ષનું બાળક શારીરિક ક્રિયા માંડ માંડ કરતું શીખે છે અને પાંચ વર્ષથી તેનું શિક્ષણ શરૂ થાય છે. ત્યારે અન્ય પ્રવૃત્તિઓ ભાગ લેવો એ બાબત કલ્પના પણ ન કરી શકાય. તેમાંય 20 વર્ષથી વધુની ઉંમરની યુવતીઓ માટે જે ફેશન શો હોય એમાં પાંચ વર્ષનું પણ કેટવોક કરીને સુંદર પર્ફોર્મન્સ કેવી રીતે આપી શકે ? પણ મોરબીની એક પાંચ વર્ષની બાળકીએ આ અશક્ય વાતને પણ શક્ય કરી બતાવી છે. જેમાં મિસ કૃષિ શનિભાઈ છત્રોલા નામની પાંચ વર્ષની બાળકીએ ઉત્સાહભેર પોરબંદર ખાતે તાજેતરમાં ઓપન ગુજરાત એટલે ગુજરાત લેવની ફેશન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.જેમાં રાજ્યભરની બાળકીઓ ભાગ લેવા ગઈ હતી. આ ફેશન શોમાં મોરબીની મિસ કૃષિ શનિભાઈ છત્રોલા નામની પાંચ વર્ષની બાળકીએ સુંદર વસ્ત્રો પરિધાન કરીને કેટવોક કરી અદભુત પર્ફોર્મન્સ આપ્યું હતું  મોટી યુવતીઓ પણ મોઢામાં આંગળા નાખીને સંમોહિત થઈ જાય તેવું આ પાંચ વર્ષની બાળકીએ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ફેશન શો નિહાળનાર અનેક લોકો બાળકીના કેટવોક જોઈને અભિભૂત થઈ ગયા હતા અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ બદલ મોરબીની આ બાળકી રાજ્ય કક્ષાના ફેશન શોમાં પ્રથમ નંબરે આવી હતી. ફેશન શોમાં બધી બાળાઓને પાછળ રાખીને મોરબીની પાંચ વર્ષની બાળકીએ મોટી યુવતી કરતા પણ ચડિયાતું કેટવોક કરીને બધાને સંમોહિત કરી દીધા હતા. સાથે જ આ બાળકીએ સાબિત કર્યું છે કે મનમાં વિશ્વાસ અને ધગશ હોય તો ઉંમર કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે બાધારૂપ બનતી નથી.

મોરબીની પાંચ વર્ષની બાળકી ફેશન શોમાં રાજ્યકક્ષાએ પ્રથમ