Saturday - May 18, 2024

મોરબી જિલ્લાના કાપડના વેપારીઓ અને કુટીબીજનોએ 100 ટકા મતદાન થાય તે માટે એમ.ઓ.યુ. કર્યા

મોરબી જિલ્લાના કાપડના  વેપારીઓ અને કુટીબીજનોએ 100 ટકા મતદાન થાય તે માટે એમ.ઓ.યુ. કર્યા

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૮ વર્ષથી વધુ વયના નાગરીકો મતદાનના દિવસે પોતાની સક્રીય ભાગીદારી નોંધાવી શકે તેમજ મોરબી જિલ્લાના તમામ મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતતા વધે અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સતત પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. આથી મોરબી જિલ્લાના કાપડના  વેપારીઓ અને કુટીબીજનોનું 100 ટકા મતદાન થાય તે માટે એમ.ઓ.યુ. કર્યા છે.

તમામ મતદારો મતદાન ના દિવસે એટલે કે તા: ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન કરીને મતદાનની પ્રક્રિયામાં સક્રીય ભાગીદારી નોંધાવે અને વોટર ટર્નઆઉટ ૧૦૦% સુધી પહોંચે તે માટે ભાગીદારી નોંધાવવા મોરબી જિલ્લાના કાપડ અસોશીએશન સાથે “લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત મતદાનનું પ્રમાણ (મતદાનની ટકાવારી) ૧૦૦% સુધી પહોંચે તે  MOU કર્યા છે. કાપડ અસોશીએશન મોરબી જિલ્લાના વિદ્યાનસભા મતવિસ્તારના તમામ સભાસદો તથા તેના કુટુંબીજનોની મતદાન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ મતદાનના દિવસે તેઓ તમામ દ્વારા મતદાન કરવામાં આવે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

મોરબી જિલ્લાના કાપડના  વેપારીઓ અને કુટીબીજનોએ 100 ટકા મતદાન થાય તે માટે એમ.ઓ.યુ. કર્યા