Saturday - May 18, 2024

આજે પણ ખેતી પર નિર્ભર 3500ની વસ્તી માત્ર બે જ પાક લઈ શકે છે

આજે પણ ખેતી પર નિર્ભર 3500ની વસ્તી માત્ર બે જ પાક લઈ શકે છે

ટંકારાના નેકનામ ગામેં પાણીની ફૂલ સુવિધાઓ છે. એટલે પીવાની કોઈ સમસ્યા નથી. પણ ગામલોકોને ખિસ્સા ખર્ચીને પાણી લેવું પડે છે. એનું કારણ એ છે કે,શુદ્ધ પાણી ગામલોકોને મળી રહે એ માટે આરઓ પ્લાન્ટ ફિટ કર્યો છે. આથી ગ્રામ પંચાયત રૂ. 5 માં આરઓ પ્લાન્ટમાંથી શુદ્ધ કરેલું 20 લીટર પાણી ગામલોકોને આપે છે. તેથી ગામલોકોનું આરોગ્ય વ્યવસ્થિત રીતે જળવાઈ રહી છે. આ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ગ્રામ પંચાયતનો ગામલોકોની આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવો ઉદેશ છે.

ટંકારા તાલુકાના નેકનામ ગામની 3500ની વસ્તી હોય પણ હજુ આ વસ્તી જૂનો વ્યવસાય ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. ગામમાં પાણીની સુવિધા પૂરતી મળે છે. એટલે પીવામાં કોઈ વાંધો નથી. પણ ખેડૂતો પાણી હોવા છતાં માત્ર બે જ પાક લઈ શકે છે. જો કે તંત્ર પાણી વિતરણ માટે પહેલા ગામજનોની તરસને ધ્યાને લઈને પાણીનો મોટો જથ્થો પીવા માટે અનામત રાખ્યા બાદ બચે તે પાણી ખેતી માટે આપવામાં આવે છે. એટલે ત્રણ પાક લઈ શકાતા નથી. ગામમાં આરોગ્ય કેન્દ્ર પીએચસી કેન્દ્ર, 90 ટકા સારા રોડ, ભૂગર્ભ ગટર  લાઈટ સહિતની સુવિધાઓ છે. પણ કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ગામલોકો જાતે ગામને સ્વચ્છ અને સુઘડ રાખે છે. જ્યારે નેકનામને જોડતા વીરવાવ, રોહિશાળા, પડધરી, મિતાણાનો મેઈન રસ્તો પાકો હોવાથી ગામની અંદર અને બહારના રોડ રસ્તા મામલે ગ્રામજનો દુઃખી નથી.