Monday - Jul 06, 2026

વાંકાનેરના મેસરિયા ગામે વાડીમાં અવાર નવાર ઢોર પુરી દેવા મામલે માતા પુત્રને માર માર્યો

વાંકાનેરના મેસરિયા ગામે વાડીમાં અવાર નવાર ઢોર પુરી દેવા મામલે માતા પુત્રને માર માર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે શેઢા પાડોશી રેઢિયાળ ઢોરને વાડીમાં પુરી દેતો હોવાથી ઉભા પાકને થતા નુકશાન મામલે ખેડૂત યુવાને રેઢિયાળ ઢોર નહિ પુરવા બાબતે ઠપકો આપતા શેઢા પાડોશી અને તેમના પતિઓ સહિતના ચાર ઈસમોએ ગામમાં આવી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા ફરિયાદી મહેશભાઈ હીરાભાઈ કુમખાણીયા ઉ.30 નામના યુવાને આરોપી રાજેશ શંકરભાઇ ભૂસડીયા, દિનેશ શંકરભાઇ ભૂસડીયા તેમજ બન્ને આરોપીઓની પત્ની સહિત ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓની વાડી ફરિયાદીના શેઢે આવેલ હોવાથી તેમની વાડીમાં આરોપી અવાર નવાર રેઢિયાળ ઢોર પુરી દેતા હોવાથી ગત તા.28ના રોજ ઢોર નહિ પુરવા અંગે ઠપકો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખી ગામમાં આવેલ રામાપીર મંદિર પાસે આરોપીઓ ઝઘડો કરી ફરિયાદી તેમજ તેમના માતાને આરોપીઓએ લોખંડના પાઇપ તેમજ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.