Tuesday - Aug 25, 2026

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓફિસમાં જુગાર રમતા 5 ઝબ્બે

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓફિસમાં જુગાર રમતા 5 ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડીએ આવેલ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના ચોથા માળે જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ચોથા માળે આવેલ ઓફીસ નંબર 429મા આરોપી જયદીપકુમાર કરમશીભાઈ હળવદિયા રહે.આલાપ પાર્ક, પ્રથમભાઈ દેવાયતભાઈ ખાડેખા રહે.શ્રીરામ પાર્ક, નાની વાવડી, જયભાઈ રાજુભાઇ કાંજીયા રહે.પંચાસર રોડ, દીપભાઈ કમલેશભાઈ કાંજીયા રહે.આલાપ રોડ, સાવનભાઈ પટેલ રહે.જુના ઘુંટુ અને આરોપી યશભાઇ રમેશભાઈ કાંજીયા રહે.રામકો બંગલો, લીલાપર કેનાલ રોડ મોરબી નામના શખ્સો રોકડા રૂપિયા 1,04,000ની રોકડ સાથે ઝડપાઇ જતા તમામ વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.