યુવાનને તેના કૌટુંબિક બનેવી સહિત ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે અગાઉ મામાની દીકરી અને તેના પતિ વચ્ચે થયેલ ઝઘડામાં કૌટુંબિક સાળાએ બનેવી સાથે ઝઘડો કર્યો હોય તે બાબતનો ખાર રાખી કૌટુંબિક બનેવીએ સાળા તેમજ અન્ય સાહેદ સાથે ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી સાળાને માથામાં લાકડી ફટકારી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના આમરણ બેલા ગામે રહેતા સલીમભાઈ અકબરભાઈ જામે આરોપી ઇશાક સીદીકભાઈ જામ, આસીન ઇશાકભાઈ જામ, સીદીકભાઈ ઇશાકભાઈ જામ અને તાજમહમદ ઇશાકભાઈ જામ રહે.તમામ આમરણ બેલા ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ ફરિયાદીના મામાની દીકરી ફરીદાબાઈના પતિ એવા આરોપી સીદીકભાઈ સાથે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ચારેય આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીને માથામાં લાકડી મારી સાહેદ અકબરભાઈ અને અમીનાબેનને પણ માર મારતા બનાવ અંગે કૌટુંબિક બનેવી સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.