Thursday - Apr 16, 2026

હળવદના જુના અમરાપરમાં શેરીમાં ટાબરીયાઓને રમવા બાબતે સાસુ - વહુને પાઈપથી માર માર્યો

હળવદના જુના અમરાપરમાં શેરીમાં ટાબરીયાઓને રમવા બાબતે સાસુ - વહુને પાઈપથી માર માર્યો

હળવદ : હળવદ તાલુકાના જુના અમરાપર ગામે શેરીમાં રમી રહેલા છોકરા બાબતે બોલાચાલી કરી પાડોશી છોકરાવને પાઇપ લઈને મારવા દોડતા બનાવ સમયે શેરીમાં બહાર નીકળેલા સાસુ અને વહુને આરોપીએ પાઈપના ઘા ઝીકી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા ફરિયાદી વનિતાબેન ભરતભાઇ જાબુંકિયાએ પાડોશમાં જ રહેતા આરોપી શંકરભાઇ પ્રેમજીભાઈ જાબુંકિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ સાંજના સમયે શેરીમાં છોકરાવ રમતા હતા ત્યારે આરોપી શંકર પાઇપ લઈ છોકરાઓની પાછળ દોડી મારવા જતા શેરીમાં દેકારો થતા ફરિયાદી બહાર આવ્યા હતા. બાદમાં આરોપી સાથે વાતચીત કરતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પાઇપ વડે વનિતાબેનને માર મારતા વનીતાબેનના સાસુ બચાવવા માટે વચ્ચે પડતા આરોપી શંકરે વનિતાબેનના સાસુ લાભુબેન કાનજીભાઈ જાંબુકીયાને પણ પાઇપ વડે માર મારતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.