Friday - Apr 24, 2026

મોરબીના બેલા ગામે મશ્કરીમાં અપશબ્દો બોલવાની ના પાડતા માતા પુત્ર પર હુમલો

મોરબીના બેલા ગામે મશ્કરીમાં અપશબ્દો બોલવાની ના પાડતા માતા પુત્ર પર હુમલો

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામે શેરીમાં મિત્ર સાથે બેઠેલા યુવકના મિત્ર સાથે અન્ય એક શખ્સ મશ્કરી કરી ગાળો બોલતો હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપી તેમજ અન્ય ત્રણ શખ્સોએ લાકડી તેમજ પથ્થરના છુટા ઘા કરી ઇજાઓ પહોંચાડી વચ્ચે છોડાવવા પડેલા યુવકના માતાને પણ માર મારતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના બેલા ગામે રહેતા મેહુલભાઈ જયેશભાઇ આચાર્યએ તાલુકા પોલીસ મથકમાં આરોપી વિવેક માધાભાઈ રબારી, જેમલ જીવણભાઈ રબારી, જગદીશ જીવણભાઈ રબારી અને આરોપી નવઘણ ખોડાભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈ તા.26ના રોજ રાત્રીના તેઓ પોતાના ઘર પાસે મિત્ર સાહિલ સાથે બેઠા હતા ત્યારે આરોપી વિવેક રબારી સાહિલને ગાળો આપી મશ્કરી કરતો હતો. જેથી ફરિયાદી મેહુલભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા વિવેક તેમજ અન્ય ત્રણ આરોપીઓએ ઝઘડો કરી લાકડી વડે તેમજ છુટા પથ્થરના ઘા ઝીકી ઇજા પહોંચાડી હતી. આ બનાવ સમયે મેહુલભાઈને છોડાવવા વચ્ચે પડેલા તેમના માતા કનકબેનને પણ આરોપીઓએ ધક્કો મારી પાડી દઈ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.