Friday - Apr 24, 2026

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક કારે બાઈકને ઠોકરે ચડાવતા સગીરનું મોત

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક કારે બાઈકને ઠોકરે ચડાવતા સગીરનું મોત

મોરબી : મોરબી - નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક જીઈબી સામે ગત તા.19ના રોજ રાત્રીના સમયે જીજે - 01 - કેકયું - 1017 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે બેફિકરાઈથી પુરપાટ ઝડપે પોતાની કાર ચલાવી જીજે - 12 - એએચ - 4842 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ઇરફાન ફારૂકભાઈ સામતાણી ઉ.17 રહે.વીસીપરા મોરબી વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ઇરફાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા ફારૂકભાઈ ઇસ્માઇલભાઈ સામતાણીએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.