Saturday - Oct 03, 2026

મોરબી જિલ્લામાં દારૂ કૌભાંડનો મોસ્ટ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી દબોચી પાસા તળે જેલહવાલે કરાયો

મોરબી જિલ્લામાં દારૂ કૌભાંડનો મોસ્ટ વોન્ટેડ બુટલેગરને રાજસ્થાનથી દબોચી પાસા તળે જેલહવાલે કરાયો

મોરબી : રાજસ્થાનથી મોરબી જિલ્લામાં ઈંગ્લીશ દારૂ ઘુસાડીને કરોડો રૂપિયાના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના કેસમાં મોસ્ટ વોન્ટેડ નામચીન બુટલેગરને મોરબી એલસીબીની ટીમે રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી દબોચી લીધો હતો. આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા બુટલેગર સામે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી.જાડેજાએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરંટ ઈસ્યુ કરતા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે રાજસ્થાન જઈને આરોપી પ્રકાશ મોહનલાલ લોલ/બિશ્નોઈ (ઉં.વ. 32, રહે. સાંચોર, રમેશ કોલોની, લોલો-કી ઢાણી, તા. સાંચોર, જિ. ઝાલોર, રાજસ્થાન) ને તેના ઘરેથી પકડી લીધો હતો. 16 ઓગસ્ટ 2026 ના રોજ આરોપીને પાસા એક્ટ હેઠળ ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ પકડાયેલ આરોપી પ્રકાશ બિશ્નોઈ સામે માળિયા (મિયાણા) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ  ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત, વર્ષ 2023 માં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર પોલીસ સ્ટેશનમાં પણ એક્સાઇઝ એક્ટના ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે.

કરોડોના દારૂ કૌભાંડમાં  મોસ્ટ વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના નાપાસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજસ્થાન આબકારી અધિનિયમ 1950 ની કલમ 19, 54, 54(A) મુજબના ગુનામાં પકડાયેલા 18596 વિદેશી દારૂની બોટલોના મસમોટા જથ્થાના કેસમાં આ આરોપી છેલ્લા 6 માસથી મોસ્ટ વોન્ટેડ હતો. જેથી તેની ધરપકડ અંગે રાજસ્થાન પોલીસને પણ જાણ કરવામાં આવી છે.