મોરબીમાં અંદાજીત સાત વર્ષ પહેલા નવી નખાયેલી ભૂગર્ભ ગટરમાં કુંડી તેમજ પાઇપ નીતિ નિયમો અનુસાર ન હોવાથી ઉપરથી ભૂગર્ભ ગટર નાખ્યા બાદ સફાઈ જ ન કરાતા ગટર નાખ્યાના થોડા સમયમાં ભૂગર્ભ ગટર ઠેરઠેર ઉભરાવા લાગી અને આજે તો તંત્રની હદ બહારની નિભરતાને કારણે શહેરના મોટાભાગના વિસ્તારો ગટર ઉભરવાની સમસ્યાથી પીડિત છે. ઉપરથી અનેક રજુઆત છતાં પણ તંત્રએ ક્યારેય પણ સફાઈ જ ન કરતા દરેક વિસ્તારમાં ગટર ઉભરાતી હોવાથી શહેરનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે.
મોરબીમાં ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યા લાંબા સમયથી સળગતી છે. આ ગટર ઉભરાવવા પાછળ પાલિકા તંત્રની યીગ્ય સફાઈ ન કરવાની મેલી મુરાદ જવાબદાર છે. કારણ કે, અવારનવાર ગટર ઉભરાવી લેખિત રજુઆત આવતી હોવા છતાં તંત્રએ ક્યારેય પણ આ ગટર પ્રશ્ન કાયમી રીતે ઉકેલવાની નરાય તસ્દી ન લેતા શેરીઓ તેમજ ઘરના ફળિયા અને બાથરૂમમાં મળમૂત્રની ઉભરાતી ગંદકીએ લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. ત્યારે મકરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 1ના રહીશોએ નગરપાલિકાને રજુઆત કરીને છેલ્લા ઘણા સમયથી તેમની શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાતી હીવની હૈયાવરાળ ઠાલવી હતી. જો કે 10-12 દિવસ પહેલા ભૂગર્ભ ગટર ઉભરવાની તંત્રને ફરિયાદ કરી હતી. તેમજ અનેક વખત ફોન પર પણ મૌખિક ફરિયાદ કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેતા ઉભરાતી ગટરની ગંદકીથી આ વિસ્તારમાં લોકોનું આરોગ્ય જોખમાયું છે. આથી ગટરની ભયકર ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે એ પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગ કરી છે.