Monday - May 04, 2026

મોરબીના બાયપાસ રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે 50થી વધુ દબાણોનો સફાયો

મોરબીના બાયપાસ રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે 50થી વધુ દબાણોનો સફાયો
મોરબીના બાયપાસ રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે 50થી વધુ દબાણોનો સફાયો

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળનો દલવાડી સર્કલથી પાંચાસર ચોકડી સુધીનો રોડ મહાપાલિકાને સોંપાતા વેંત જ ત્યાં ડીમોલેશનની કાર્યવાહી

મોરબીના બાયપાસ રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે 50થી વધુ દબાણોનો સફાયો

મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બાયપાસ રોડનો વારો લેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરની હાજરીમાં અહીં અંદાજે 50 જેટલા દબાણો ઉપર જેસીબી ચલાવી આ રોડ ઉપર ખડકાયેલા તમામ ગેરકાયદે દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.
 
મોરબીના બાયપાસ રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે 50થી વધુ દબાણોનો સફાયો

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડને દબાણ મુક્ત કરવા માટે દર બુધવારે વન વિક વન રોડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જેમાં એક રોડ પસંદ કરી ત્યાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવે છે. આજે આ ઝુંબેશ અંતર્ગત બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલથી પાંચાસર ચોકડી સુધીનો રોડનો વારો લેવામાં આવ્યો છે. આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની આગેવાનીમાં મહાપાલિકાની ટિમે ડીમોલેશન હાથ ધર્યું હતું આ રોડ ઉપર દુકાનો અને હોટલો મળી કુલ 50થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યુ કે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળના 10 રોડ મહાપાલિકાને સોંપવામાં આવ્યા છે. તે પૈકીનો આ એક રોડ છે. આ તમામ રોડ ઉપર થોડા જ દિવસોમાં માર્કિંગની કામગીરી પૂર્ણ થઈ જશે. 10 મેં સુધી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ તમામ રોડ ઉપર નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરવામાં આવશે.

મોરબીના બાયપાસ રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે 50થી વધુ દબાણોનો સફાયો