જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. ત્યારે આ હુમલાની અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આકરી નિંદા કરી છે અને આ અંગે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ અંગે કાર્યવાહી કરવા માગ કરી છે.
અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા જણાવાયું છે કે, હુમલો કરનાર આતંકવાદી સંગઠન સામે જવાબી કાર્યવાહી થવી જોઈએ. પીઓકેમાં ચાલતા આતંકવાદી કેમ્પ તથા આતંકવાદીઓના મુખ્યાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી જવાબી કાર્યવાહી કરવામાં આવે અને આ આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ભવિષ્યમાં આવા હુમલા ન થાય તેમજ સમગ્ર દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે ભારતીય સેના અને સરકાર દ્વારા તાત્કાલિક આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.