Tuesday - Jun 30, 2026

છુટાછેડા થવા છતા પૂર્વ પત્નીને તેડવા જઈ પૂર્વ પતિએ બઘડાટી બોલાવી

છુટાછેડા થવા છતા પૂર્વ પત્નીને તેડવા જઈ પૂર્વ પતિએ બઘડાટી બોલાવી

હળવદના પ્રતાપગઢ ગામે પૂર્વ જમાઈનો સસરા અને સાળા વેલી પર છરી વડે હુમલો કર્યાની ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા પરિવારની યુવતીના લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પૂર્વ જમાઈ તેની પૂર્વ પત્નીને તેડવા આવતા સાળા વેલી અને સસરાએ ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા પૂર્વ જમાઈએ છરીના ઘા ઝીકી સસરા પર જીવલેણ હુમલો કર્યો હતો અને વચ્ચે છોડાવવા પડેલ સાળાવેલીને પણ છરી વડે ઇજા પહોંચાડી હતી.

હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચાએ આરોપી એવા તેમના પૂર્વ નણદોયા જસમતભાઈ જગમાલભાઈ કુણપરા રહે.તગડી તા.ધંધુકા, હાલ રહે.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી જસમતના લગ્ન તેમના નણંદ ગીતાબેન સાથે થયા બાદ છૂટાછેડા થઈ ગયા હોવા છતાં આરોપી જસમત ગત તા.28ના રોજ સાંજે ગીતાબેનને તેડવા આવતા તેમના સસરા લક્ષ્મણભાઈએ ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને છરી વડે ગળાના ભાગે હુમલો કર્યો હતો. બાદમાં સસરાને બચાવવા વચ્ચે પડેલા ભારતીબેનને પણ આરોપીએ હથેળીમાં છરી ઝીકી દિધી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.