Tuesday - Jun 30, 2026

મોરબીમાં સ્વ. ધનગૌરીબેન બોરસાણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબીમાં સ્વ. ધનગૌરીબેન બોરસાણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબી : મોરબીમાં ડૉ. જયેશભાઈ બોરસાણીયા (આસિસ્ટન્ટ પ્રોફેસર, પિડિયાટ્રિક વિભાગ, GMERS મેડિકલ કોલેજ, મોરબી)ના માતા સ્વ. ધનગૌરીબેન ભગવાનજીભાઈ બોરસાણીયાના સ્મરણાર્થે બ્લડ બેન્ક, GMERS જનરલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા. 20 જૂન, 2026ના રોજ સ્વ. ધનગૌરીબેનનું અવસાન થતાં તેમની પવિત્ર સ્મૃતિને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં સ્વ. ધનગૌરીબેન બોરસાણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબીમાં સ્વ. ધનગૌરીબેન બોરસાણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ

રક્તદાન કેમ્પમાં પરિવારના સભ્યો, સગા-સંબંધીઓ, મિત્રો તેમજ શુભેચ્છકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી રહે અને સમાજમાં માનવસેવાની ભાવના વધુ મજબૂત બને તેવા ઉમદા હેતુ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વ. ધનગૌરીબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આયોજક પરિવારે રક્તદાન કરનાર તમામ દાતાઓ તેમજ બ્લડ બેન્ક, GMERS જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.