Monday - May 04, 2026

મોરબીમાં મહાપ્રભુજીની બેઠકજીએ ગુરૂવારે વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાશે

મોરબીમાં મહાપ્રભુજીની બેઠકજીએ ગુરૂવારે વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાશે

 ચૈત્રવદ અગિયારસને તા. ૨૪ને ગુરૂવારના રોજ મોરબીના સામાકાંઠે આવેલી મહાપ્રભુજીના બેઠકજી ખાતે પુષ્ટી માર્ગના પ્રવર્તક જગદગુરૂ વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જેમાં પ્રબોધ સમય જાગ્યાના દર્શન સવારે ૭-૦૦ કલાકે, મંગલાના દર્શન સવારે ૭-૩૦ કલાકે, શ્રીંગારના દર્શન સવારે ૮-૦૦ કલાકે, રાજભોગના દર્શન બપોરે ૧-૦૦ કલાકે, નંદમહોત્સવ અને તિલક દર્શન બપોરે ૩-૦૦ કલાકે રહેશે. અપરસમાં ઝારી ચરણસ્પર્શનો ક્રમ સવારે ૭-૦૦ કલાકથી બપોરના ૧-૦૦ કલાક સુધીનો રહેશે. પ્રાગટય દર્શન બપોરે ૩-૦૦ કલાકથી સાંજે ૭-૦૦ કલાક સુધી થશે. મોરબીની વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.