Thursday - Sep 17, 2026

મોરબીમાં SGFI ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટ્રાયલ સંપન્ન 200થી વધુ ખેલાડીઓએ બતાવ્યો કસબ,

મોરબીમાં SGFI ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટ્રાયલ સંપન્ન 200થી વધુ ખેલાડીઓએ બતાવ્યો કસબ,

મોરબી: મોરબી ખાતે ‘ધ રોર ક્રિકેટ ક્લબ’ના ગ્રાઉન્ડ પર સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટ્રાયલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં વિવિધ કેટેગરીમાં અંડર-17 અને અંડર-19 ગર્લ્સ તેમજ અંડર-14, અંડર-17 અને અંડર-19 બોયઝ કેટેગરી માટે યોજાયેલી આ ટ્રાયલમાં જિલ્લાભરમાંથી 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
 
મોરબીમાં SGFI ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટ્રાયલ સંપન્ન 200થી વધુ ખેલાડીઓએ બતાવ્યો કસબ,
મોરબીમાં SGFI ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટ્રાયલ સંપન્ન 200થી વધુ ખેલાડીઓએ બતાવ્યો કસબ,

આ સફળ આયોજન અને નિરીક્ષણ માટે જિલ્લા રમતગમત અધિકારી (DSO) જાડેજા અને તેમની ટીમ, રાજકોટ-જામનગરના સત્તાવાર પસંદગીકારો તેમજ ક્લબના કોચિંગ સ્ટાફના સંયુક્ત સહયોગથી સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ હતી.

ક્લબના ડિરેક્ટર અલી ખાને સતત બીજા વર્ષે આ મહત્વપૂર્ણ ટ્રાયલની યજમાની મળવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. પસંદગી પામેલા પ્રતિભાશાળી ખેલાડીઓની અંતિમ યાદી આગામી 1-2 દિવસમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
 
મોરબીમાં SGFI ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટ્રાયલ સંપન્ન 200થી વધુ ખેલાડીઓએ બતાવ્યો કસબ,