મોરબી જિલ્લામાં બાંગ્લાદેશી નાગરિક અવિરત શોધવામાં આવી રહયા છે. મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા બાંગ્લાદેશીઓના ઘરે એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યાંથી પાંચ મહિલા, ત્રણ પુરુષ, બે બાળકો પોલીસને મળી આવ્યા હતા. પોલીસે જરૂરી આધાર પુરાવા મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.