Wednesday - Apr 29, 2026

મોરબીમાં અગન વર્ષા : તાપમાનનો પારો 44.1 ડિગ્રીને આંબી ગયો

ગત વર્ષે મોરબી જિલ્લામાં વરસાદે ભુક્કા કાઢયા બાદ શિયાળામાં ઠંડીએ પણ લોકોને ધ્રુજાવી દીધા બાદ ઉનાળાની ગરમીએ પણ રેકોર્ડ સર્જ્યો છે ત્યારે મોરબીમાં આજે બપોરે 2.45 કલાકે મહત્તમ તાપમાનનો પારો 44.1 ડિગ્રીને આંબી ગયો હોવાનું હવામાન વિભાગના સતાવાર આંકડા જણાવી રહ્યા છે. સાથે જ મોરબી જિલ્લા માટે હવામાન વિભાગે બે દિવસનું યલો એલર્ટ આપ્યું છે.

ચાલુ વર્ષમાં એપ્રિલ મહિનો સૌથી ગરમ રહ્યો છે. એપ્રિલ માસની શરૂઆતથી જ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીએ રીતસરની અગનવર્ષા વરસાવી છે ત્યારે મોરબી જિલ્લાના હવામાન વિભાગના ઓટો વેધર સ્ટેશનના આંકડા મુજબ બપોરે 2.45 કલાકે મોરબીમાં હાઈએસ્ટ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આ ઉપરાંત હવામાન વિભાગે મોરબી, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે અને આવતીકાલે હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે.નોંધનીય છે કે, મોરબીના પાડોશી રાજકોટ જિલ્લામાં બપોરે અઢી વાગ્યે રેકોર્ડબ્રેક 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સમગ્ર એપ્રિલ મહીનાનું સૌથી હાઈએસ્ટ છે.