મોરબી : આંતકી હુમલાનો ઠેરઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યા છે અને આંતકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પ્રવાસીઓને ભારે હૈયે શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે.ત્યારે મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તેમજ ઉમા સંસ્કારધામની બહેનો દ્વારા એક શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમા સંસ્કારધામની તમામ બહેનોએ આનંદનો ગરબો યોજી આંતકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારત સરકાર જવાબદાર આતંકીઓને તેની જ ભાષામાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.