Saturday - May 16, 2026

મોરબીમા ભુલા પડેલા બાળકને સહી સલામત રીતે પોલીસે ઘરે પહોંચાડયુ

મોરબીમા ભુલા પડેલા બાળકને સહી સલામત રીતે પોલીસે ઘરે પહોંચાડયુ

મોરબી ટ્રાફિક પોલીસ સ્ટાફ આજે નિત્ય ક્રમ મુજબ ટ્રાફિક નિયમનની
જવાબદારી સંભાળી રહ્યો હોય ત્યારે એક ઘર ભૂલી ગયેલું બાળક મળી આવ્યું હતું. ટ્રાફિક પોલીસે આ બાળકનો કબજો મેળવી એ બાળકને સહી સલામત રીતે તેના ઘરે પહોચાડ્યું હતું.

મોરબી ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. છાસીયાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન વી.સી. ફાટક પાસેથી એક બાળક મળી આવ્યો હતો. આ બાળક રડી રહ્યો હોય ટ્રાફિક પોલીસે રડવાનું કારણ પુછતાં તે ઘર ભુલી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી ટ્રાફિક પોલીસની ટીમ તેમજ નટરાજ ફાટકના હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈની ટીમ અને પોલીસ કોન્સ્ટેબલ મનજીભાઈ દ્વારા આ બાળકને સહી સલામત રીતે ઘરે પહોંચાડ્યો હતો. જેથી પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસને આભાર વ્યક્ત કર્યો હતો.