Monday - Jul 06, 2026

મોરબીમા વેપારી યુવાનને ઉંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરી કાર અને સ્કૂટર પડાવી લીધા

મોરબીમા વેપારી યુવાનને ઉંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરી કાર અને સ્કૂટર પડાવી લીધા

મોરબી : મોરબીની સુપર માર્કેટમાં કાપડના કટપીસનો વેપાર કરતા યુવાનને ફ્લેટ તેમજ કારના હપ્તા ભરવા માટે નાણાકીય જરૂરત ઉભી થતા ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ આર્થિક ભીંસમા આવી જતા 9 વ્યાજખોરોએ ધાક ધમકી આપી એક્ટિવા તેમજ કાર પડાવી લઈ ચેક લખાવી લઈ પઠાણી ઉઘરાણી કરતા નવ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી છે.નોંધનીય છે કે, આ વેપારી અગાઉ પણ વ્યાજખોરોની ચુંગાલમાં આવી ગયો છે.

મોરબી શહેરની ગોકુળ મથુરા સોસાયટીમાં રહેતા અને સુપર માર્કેટમાં પ્રિયા કટપીસ નામની દુકાન ધરાવતા દેવકુમાર ચેતનભાઈ સોરીયા ઉ.વ.22 નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છથી સાત મહિના પૂર્વે પોતાના ફ્લેટ તેમજ કારના હપ્તાની રકમ ભરવા માટે નાણાંકીય જરૂરત ઉભી થતા આરોપી જયરાજભાઇ લુવાણા રહે. રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ પાસે મોરબી, દેવ લુવાણા રહે.બોનીપાર્ક રવાપર રોડ મોરબી, હિમેશભાઇ મખીજા રહે.આનંદનગર સોસાયટી, દલવાડી સર્કલ પાસે,મોરબી, વિશાલભાઇ, વિશાલ બોરીચા રહે. લતીપર, સાગર બારડ રહે. દરબારગઢ, મોરબી, સઇદ અકરમ કાદરી રહે. કાલિકા પ્લોટ  મારાજ અને આફ્રિદશેખ રહે.વાવડી રોડ વાળાઓ પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા હતા.

મોરબીમા વેપારી યુવાનને ઉંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરી કાર અને સ્કૂટર પડાવી લીધા

વધુમાં આરોપીઓ પાસેથી નાણાં લીધા બાદ આર્થિક ભીંસમાં વ્યાજની રકમ નહિ ચૂકવી શકતા આરોપી વિશાલ બોરીચા રહે.લતીપર વાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી એક્ટિવા પડાવી લીધું હતું તેમજ આરોપી આફ્રિદ શેખે વેન્યુ કાર પડાવી લઈ ધાકધમકી આપી વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા દેવકુમાર સોરીયાએ તમામ નવ આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી વિશાલ, સાગર બારડ, સઈદ અકરમ કાદરી, મારાજ અને આફ્રિદ શેખની ધરપકડ કરી હતી.નોંધનીય છે કે, ફરિયાદી દેવકુમાર સોરીયા અગાઉ પણ વ્યાજખોરોના ચક્કરમાં આવી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.