Monday - Jul 06, 2026

મોરબી જિલ્લામાં ચોમાસાના પગલે ઈમરજન્સી સેન્ટર માટે 6 નાયબ મામલતદારોને સોંપાઇ જવાબદારી.

મોરબી જિલ્લામાં ચોમાસાના પગલે ઈમરજન્સી સેન્ટર માટે 6 નાયબ મામલતદારોને સોંપાઇ જવાબદારી.

મોરબી:- મોરબી જિલ્લામાં આવનાર ચોમાસાના પગલે તારીખ 1જુનથી જિલ્લા કક્ષાએ તથા તમામ તાલુકા કક્ષાએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર હોવાથી, આ ઓપરેશન સેન્ટરની જવાબદારી મોરબી જિલ્લાના છ નાયબ મામલતદારને સોંપવામાં આવી છે.

ભારેથી અતિ ભારે વરસાદ પુર વાવાઝોડું આવી પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલા લેવા માટે રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. કરવામાં આવવાના છે આવવાના છે શું આવનાર છે ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.
તારીખ 1જૂનથી તારીખ 30 નવેમ્બર સુધી જિલ્લા કક્ષાએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે તથા તાલુકા કક્ષાએ નાયબ મામલતદાર તથા પટાવાળા કમ ડ્રાઇવર સંવર્ગનું હંગામી ધોરણે મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. 

મોરબી જિલ્લામાં ચોમાસાના પગલે ઈમરજન્સી સેન્ટર માટે 6 નાયબ મામલતદારોને સોંપાઇ જવાબદારી.

જેના સંદર્ભમાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા છ નાયબ મામલતદારોને ફરજ સોંપવામાં આવી છે. નાયબ મામલતદાર સી.એ. પ્રજાપતિને કલેકટર ઓફિસ, એસ.વી.ત્રાંબડીયાને મોરબી ગ્રામ્ય, એન.આર.જોશીને ટંકારા, એસ.વી. રાઠોડ ને વાંકાનેર,બી.આર.ડોડીયા ને માળીયા અને ડી.એચ.સોનગરાને હળવદમાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.