Saturday - May 16, 2026

મોરબી ઉમા ટાઉનશીપમા કાર હડફેટે વૃદ્ધને ઇજા

મોરબી ઉમા ટાઉનશીપમા કાર હડફેટે વૃદ્ધને ઇજા

મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં સરસ્વતી સોસાયટીમાં પગપાળા જઈ રહેલા પ્રવીણભાઈ અમરશીભાઈ પંચાસરા ઉ.58 નામના વૃદ્ધને જીજે - 36 - એજે - 5756 નંબરના ટાટા નેકસોન કારના ચાલકે પાછળથી હડફેટે લઈ જમણા પગના ભાગે ફ્રેક્ચર કરી નાખતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.