મોરબી : માળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલની લાંચ પ્રકરણમાં ગઈકાલે ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
12 જુલાઈના રોજ માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચ અંગે સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈએ લાંચની રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને આપવા જણાવતા એસીબી ટીમની હાજરીમાં આરોપી ગુલામરસુલ એક લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
આ મામલે દ્વારકાની ટિમ પાસે તપાસ હતી. આ કોન્સ્ટેબલ માળિયા પોલીસ સ્ટેશને હાજર થતા તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આજે સાંજે આ કોન્સ્ટેબલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરતા હવે તેની પૂછપરછ કરવામાં આવશે.