Wednesday - Oct 28, 2026

મોરબીમાં રાત્રિથી સવારે ફુલગુલાબી ઠંડીની અનુભૂતિ : ઉષ્ણ તાપમાન 33 ડીગ્રી રહેવાની સંભાવના

મોરબીમાં રાત્રિથી સવારે ફુલગુલાબી ઠંડીની અનુભૂતિ : ઉષ્ણ તાપમાન 33 ડીગ્રી રહેવાની સંભાવના

શરદ પૂનમથી વાતાવરણનો મિજાજ બદલાયો, રાત્રી દરમિયાન 20થી 23 ડીગ્રી લઘુતમ તાપમાન રહેવાની શક્યતા

મોરબી : મોરબી જિલ્લામાં ભાદરવાથી જ શરદ ઋતુ આસો માસમાં પણ તાપમાંન 38 ડીગ્રીને આંબી જતા વૌશાખ જેવી સખત ગરમીની અનુભૂતિ થઈ હતી.નવરાત્રિ સુધી આકરો તાપ પડ્યા બાદ શરદ પુનમથી વાતાવરણનો મિજાજ બદલાયો છે. જો કે નવરાત્રીથી દિવાળી સુધીનો સમયગાળામાં ઋતુ પરિવર્તન થતું હોવાથી દિવસે તડકો અને રાત્રે ફુલગુલાબી ટાઢ અનુભવાતી હોય છે. હવે શરદપુનમથી આ મિશ્ર ઋતુનો શહેરીજનોને અનુભૂતિ થઈ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ મોરબી જિલ્લામાં આજે (૨૮ ઓક્ટોબર ૨૦૨૬) શરૂ થતા આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું, ચોખ્ખું અને સની એટલે તડકાવાળું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અંદાજા મુજબ, આ અઠવાડિયે મોરબીમાં વરસાદની કોઈ શક્યતા નથી. દિવસ દરમિયાન મહત્તમ (ઉષ્ણ) તાપમાન ૩૩°C થી ૩૫°C અને રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન ૨૦°C થી ૨૩°C ની વચ્ચે નોંધાવાની સંભાવના છે. એટલે દિવસે ગરમીનો અનુભવ થશે પણ ઉનાળા જેવી ગરમીમાંથી રાહત થશે. કારણ કે 38 ડીગ્રી તાપમાનમાંથી ઘટીને 33 ડીગ્રી તાપમાન થઈ જશે અને રાત્રથી સવાર સુધી લઘુતમ તાપમાન ઘટીને 20 ડીગ્રી સેલ્શિયસ થઈ જવાથી એકદમ ફુલગુલાબી ઠંડી અનુભવાશે. વધુમાં આ સપ્તાહ દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાંથી ૬ થી ૧૦ માઈલ પ્રતિ કલાકની સામાન્ય ગતિએ ફૂંકાશે. હવામાં ભેજનું પ્રમાણ બપોરે ૩૩% થી શનિ-રવિમાં મહત્તમ ૫૦% સુધી રહેશે, જેથી દિવસ દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે. રાત્રિના સમયે વાતાવરણમાં ગુલાબી ઠંડકનો અનુભવ થશે અને દિવાળી પછી ઠંડીનું જોર વધે તેવી હવામાન ખાતાએ શકયતા વ્યક્ત કરી છે.

મોરબી જિલ્લામાં આગામી સાત દિવસનું હવામાનનું પૂર્વાનુમાન

તારીખ અને વાર        વાતાવરણની સ્થિતિ  મહત્તમ તાપમાન લઘુતમ તાપમાન

ઓક્ટોબર, બુધવાર   ચોખ્ખો તડકો         ૩૪°C          ૨૦°C        

૨૯ ઓક્ટોબર, ગુરુવાર  ચોખ્ખો તડકો          ૩૩°C          ૨૧°C        

૩૦ ઓક્ટોબર, શુક્રવાર  સૂકું અને તડકાવાળું  ૩૪°C          ૨૨°C        

૩૧ ઓક્ટોબર, શનિવાર   ચોખ્ખો તડકો          ૩૪°C          ૨૩°C        

૧ નવેમ્બર, રવિવાર    સૂકું અને તડકાવાળું  ૩૪°C          ૨૨°C        

૨ નવેમ્બર, સોમવાર ચોખ્ખો તડકો  

૩૪°C          ૨૩°C        

૩ નવેમ્બર, મંગળવાર   સૂકું અને તડકાવાળું  ૩૪°C           ૨૩°C

મોરબીમાં રાત્રિથી સવારે ફુલગુલાબી ઠંડીની અનુભૂતિ : ઉષ્ણ તાપમાન 33 ડીગ્રી રહેવાની સંભાવના