મોરબી : મોરબી શહેરના સનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની મુખ્ય શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જુગાર રમતી આઠ મહિલાઓ મળી આવતાં પોલીસે તમામને પકડી તેમની પાસેથી રૂ. 39,750ની રોકડ રકમ કબજે કરી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દરોડો પાડવામાં આવતાં મંજુબેન નાથાભાઈ લુણી, પૂજાબેન મનીષભાઈ સેરસિયા, દિવ્યાબા દેવદીપસિંહ જાડેજા, ટ્વિંકલબેન નરેશભાઈ જાસાપરા, વિલ્પાબેન હસમુખભાઈ વરમોરા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ રાઠોડ, ધનેશ્વરીબેન સંજયભાઈ સોનાગ્રા અને લીલાબેન ઉર્ફે ઈલાબેન આનંદભાઈ મહાલીયા જુગાર રમતાં મળી આવ્યાં હતાં. પોલીસે આઠેય મહિલાઓ પાસેથી રોકડ રકમ કબજે કરી તેમની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.