મોરબી : મોરબી જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારોએ મોરબી – માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 2023માં TAT-1 અને TAT-2માં પાસ થયેલા ઉમેદવારોની 7500 જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં NEP-2020 અંતર્ગત TAT પરીક્ષા નવી શિક્ષણનીતિ મુજબ લેવામાં આવેલ છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠીન મહેનત કરી અંદાજે 38730 જેટલા ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 7500ની ભરતી કરવા જણાવામાં આવ્યું છે. તેથી ટેટ ટાટ પાસ ઉમેદવારોની રજુઆત છે કે અંદાજે 38730 જેટલા ઉમેદવારો સામે માત્ર 7500 ની જાહેરાતથી પાસ ઉમેદવારો સાથે અન્યાય થાય એમ છે.