Thursday - Apr 30, 2026

મોરબીમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

મોરબીમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ નિલમબાગ વિસ્તારમાં નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની ભવરલાલ રામકરણ વર્મા ઉ.36 નામના યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે જોઈ તપાસ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.