મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જેલચોક નજીકથી શંકાસ્પદ એક્ટિવા સાથે નીકળેલા આરોપી મુસ્તાક અબ્દુલભાઇ ચાનીયા ઉ.60 રહે. કાલિકા પ્લોટ નામના વૃદ્ધને અટકાવી એક્ટિવાના કાગળો માંગતા પોતાની પાસે ન હોવાની જણાવતા પોલીસે પોકેટ એપ મારફતે ચેક કરતા આ એક્ટિવા ચોરાઉ હોવાનું સામે આવતા આરોપીને અટકાયતમાં લઈ વાહણચોરીના બનાવમાં ધરપકડ કરી એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.