દેશમાં દરેક ભાઈઓ અને બહેનો હર્ષોલ્લાસથી રક્ષાબંધન ઉજવતા હોય છે. પણ જીવનું બલિદાન આપી દેશની રક્ષા કરતા ભારતીય સેના નરબંકાઓ રક્ષાબંધન ઉજવી શકતા નથી. ઘર પરિવારથી હમેશા દૂર રહેતા ભારતીય સેનાના જવાનોને પણ રક્ષાબંધનને બહેનની યાદ આવે છે. તેથી મોરબીની નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી.
મોરબીની નવયુગ કોલેજની B.Com અને B.Sc વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ કલાત્મક રાખડી બનાવી હતી અને સરહદ પર ફરજ બજાવતા સૈનિક ભાઇઓને મોકલી અને તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે કોલેજમાં રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડી બનાવી અને પ્રદર્શન હેતુ મુકવામાં હતી. જો કે આ વિદ્યાર્થીનીઓએ દેશના વીર જવાનોને રાખડી મોકલાવી તેમની સુરક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.