હાલ શિયાળાની સીઝનમાં શરૂ થયેલા વિન્ટર ગેમ્સનું કશ્મીરના ગુલમર્ગમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આઈસસ્ટોક સ્પોર્ટનુ 11 મુ નેશનલ ચેમ્પિયનશીપ 1-2 ફેબ્રુઆરી 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ટીમ તરફથી મોરબીના 6 વિદ્યાર્થીઓ નિત્યા તથ્યા, દિશા, ખુશી, દિયા,આદિત્ય રાજ્યની ટેસ્ટ ચેમ્પિયનશીપ વિજેતા થતા નેશનલ ચેમ્પિયનશિપમાં જવા માટે સિલેક્શન થયું.
અને ઇન્ડીયાના 12-15 જેટલા સ્ટેટ્સની સામે સ્પર્ધા કરીને
પ્રથમ ક્રમ (ગોલ્ડ મેડલ) લાવીને મોરબીનુ અને ગુજરાતનુ નામ રોશન કર્યું હતું. વિન્ટર ગેમ્સમા ભાગ લેવાવાળી સૌરાષ્ટ્રની ઈતિહાસની આ પહેલી ટીમ છે. શિયાળુ રમત બરફ ઉપર રમાતી હોય છે પણ ગુજરાત રાજ્યમા સ્નોફોલ ના હોવાથી ઓફ આઈસમા સિમેન્ટ સરફેસ પર સ્પોર્ટ ટ્રેનર ચંદ્રેશ પટેલ (યોગાતા ફિટનેસ)ની હાર્ડ ટ્રેનિંગ લઈને ભારતના 15 જેટલા રાજ્યો સામે લડાઈ આપીને પ્રથમ ક્રમ લાવી મોરબીનુ અને સૌરાષ્ટ્રનુ ગૌરવ વધાર્યુ છે.