મોરબીઃ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીની અંડર 14 ક્રિકેટ ટીમ આજે ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા હિમાચલ જવા રવાના થઈ હતી.
જેમાં તમામ ખેલાડીઓ તેમના વાલીઓ સાથે શાળામાં આવ્યા હતા, અને આચાર્ય અરવિંદ કુમારે સૌને રમત સારી રીતે રમવા અને સારું વર્તન કરવા જણાવ્યું હતું અને વિજય માટે સૌને આશીર્વાદ આપ્યા હતા.ટીમની સાથે આવેલા મુખ્ય કોચ ડૉ.અલી ખાને જણાવ્યું કે, આ ટુર્નામેન્ટનું આયોજન હિમાચલ પ્રદેશના કંડાઘાટ શહેરમાં ડૉ.જસવંત સિંહ પરમાર યુનિવર્સિટીમાં કરવામાં આવી રહ્યું છે.જેમાં વિવિધ રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે.અને આ ટુર્નામેન્ટ 2 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન રમાશે, મોરબી થી રવાના થયેલ ટીમ નીચે મુજબ છે ઝિલ કાનાણી (કેપ્ટન) યશરાજ સિંહ, ક્રિષ્ના, ફૈઝાન, નીર, સર્વોપરિતા, હર્ષલ, ડેનિલ, ધવલ, આદર્શ, દીવ, દિવ્યાંશુ અને ગોપાલ.