મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામે અગાઉના ઝઘડામાં કાકા અને ભત્રીજાના પરિવાર વચ્ચે સમાધાન થઈ જતા અન્ય આરોપીઓને સારું નહિ લાગતા યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા ચેતનભાઈ નથુભાઈ મકવાણા ઉ.વ.30 નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં આરોપી પ્રવીણભાઈ ભીમજીભાઈ સુરેલા, મહેશભાઈ ભીમજીભાઈ સુરેલા, ભીમજીભાઈ પરસોત્તમભાઈ સુરેલા અને મનસુખભાઇ લાભુભાઈ સુરેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદીને તેમના કાકા સાથે સમાધાન થઈ ગયુ હોય જે આરોપીઓને ન ગમતા આરોપીઓએ એક સંપ કરી લાકડી વડે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.