દિલ્હી:- ગઈ કાલે દિલ્હી ખાતે MSME દ્વારા આખા ભારતમાંથી 65 નાના MSME ઉદ્યોગ ની પસંદગી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં MSMEના પ્રેસિડેન્ટ ચીફ ગેસ્ટ મુકેશ મોહન ગુપ્તા ચેમ્બર ઓફ ઇન્ડિયા હાજર રહ્યા હતા, તેમની સાથે ડોક્ટર રજનીશ (આઈએએસ) એડિશનલ સેક્રેટરી એન્ડ ડેવલોપમેન્ટ કમિશનર MSME પણ હાજર રહ્યા હતા,
દિલ્હી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોરબીના સચિ મિટ્ટીના ઓનર રસિકભાઈ નારણભાઈ સંખલપરાને MSME રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, સચી મીટીને આ એવોર્ડ ગુડ પ્રોડક્ટ અને હેલ્થ રક્ષા માટે MSME દ્વારા આપવામાં આવ્યો હતો,