મોરબી:- હવે આકસ્મિક સમય એટલે કે ઇમરજન્સીમાં મદદ મેળવવા માટે સરકાર દ્વારા 112 નંબર સમગ્ર રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યો છે.
ત્યારે મોરબી જિલ્લાને પણ 10 નવી 112 વાહન ફાળવવામાં આવી છે.
જેમાં મોરબી અને હળવદ પોલીસ સ્ટેશનમાં બબ્બે અને અન્ય પોલીસ સ્ટેશનમાં એક એક વાન કાર્યરત રહેશે.
આ અંગે વધુ માહિતી આપતા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા તમામ ઇમર્જન્સી નમ્ર ના બદલે હવે 112 જ નંબર ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના 10 નવા જન સંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે આ વાહનો મોરબી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ધારિત જગ્યાએ સ્ટેન્ડ ટુ રહેશે જેમાં મોરબી અને હળવદ પોલીસ સ્ટેશનમાં બે બે વાન અને અન્ય દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાન સ્ટેન્ડ ટુ રહેશે આ 112 વનમાં એક ડ્રાઇવર અને બે પોલીસ કર્મચારી રહેશે અને રાઉન્ડ ક્લોક સેવા બજાવશે jio ફેન્સીંગ અને jio લોકેશન ના આધારે આ સેવા પૂરી પાડવામાં આવશે લોકો 112 પર ફોન કરશે તો તુરંત જ આ વાન દ્વારા નજીકની વાન કે પીસીઆરને મેસેજ પહોંચાડવામાં આવશે સાથે જ મુકેશકુમારે મોરબીની જનતા ને જણાવ્યું હતું કે મોરબીની જનતા હવે 112 નંબર સેવ કરીલે, ને કોઈપણ સેવા માટે આ નંબરનો ઉપયોગ કરે અને હાલ પૂરતી પીસીઆર વાન પણ સેવામાં જ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.