Thursday - Aug 20, 2026

મોરબીના પંચાસરમાં ગણપતિ મહોત્સવમાં વિદ્યાર્થીઓ અને નેવીના જવાનનું સન્માન કરાયું

મોરબીના પંચાસરમાં ગણપતિ મહોત્સવમાં વિદ્યાર્થીઓ અને નેવીના જવાનનું સન્માન કરાયું

મોરબી : મોરબીના પંચાસર ગામે રાજશક્તિ ગ્રુપ દ્વારા પંચાસર કા રાજા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગણપતિ મહોત્સવમાં મહાઆરતી, પૂજા અર્ચના કરીને દુંદાળા દેવની આરાધના કરવામાં આવે છે. દરમિયાન આ ગણેશ મહોત્સવમાં વિધ્નહર્તાની ભક્તિની સાથે જ ધોરણ 10 અને 12માં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથેસાથે પંચાસર ગામના અને હાલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા તેમજ ગામના યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગ આપતાં તેજપાલસિંહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.