Monday - May 04, 2026

મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમીની ટીમનો મુંબઈની ટીમ સાથે થશે રોમાંચક મુકાબલો

મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમીની ટીમનો મુંબઈની ટીમ સાથે થશે રોમાંચક મુકાબલો

મોરબીમાં શરૂઆતથી રમત ગમત ક્ષેત્રે ઓછું યોગદાન રહ્યું છે. એવું નથી કે પ્રતિભાઓ નથી. રમત ગમત ક્ષેત્રે હિર ઝળકાવવા અગણિત પ્રતિભાઓ છે. પણ રમત ગમતના મેદાન અને સાધનો ન હોય યોગ્ય પ્લેટફોર્મ ન મળવાથી આવી પ્રતિભાઓ અકાળે મુરજાય જાય છે. આથી મોરબીનો કોઈ ખેલાડી રણજી ટોફી કે દુલીપ ટોફી સુધી પહોંચી શક્યો જ નથી. પણ હવે આ પરિસ્થિતિમાં મોટો બદલાવ આવ્યો છે. મોરબીમાં પણ હવે ડ્રિસ્ટ્રીકટ લેવલની એક સારી ક્રિકેટ ટીમ બની છે. આ ટીમે સારું એવું કૌવત બતાવ્યું છે. ત્યારે હવે ન ભૂતો ન ભવિષ્યતિની જેમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે  જેમાં મોરબીમાં પણ સાત દિવસ સુધી ક્રિકેટનો રોમાંચક જંગ જામશે અને મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમીની ટીમનો મુંબઈની ટીમ સાથે રોમાંચક મુકાબલો થશે.મોરબીમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી વધુ ફેસિલિટી ધરાવતી  રિયલ ક્રિકેટ એકેડમી ટીમ દ્વારા ક્રિકેટ મુકાબલાનું આયોજન થયું છે. જેમાં મુંબઇની ટીમ આઠ દિવસ સુધી મોરબીની મહેમાન બનશે. આ ટીમ સાથે મોરબીની રિયલ ક્રિકેટ એકેડમીની ટીમ વન ડે અને ટી-20 મેચ રમશે. આ મુકાબલા ને લઈને બંને ટીમના ખેલાડીઓ અત્યારે જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે.

મોરબીની રિયલ ક્રિકેટ એકેડેમીની ટીમનો મુંબઈની ટીમ સાથે થશે રોમાંચક મુકાબલો