Saturday - Aug 15, 2026

મોરબીના નવલખી બંદરે ટ્રક ચાલકે વે બ્રિજમાં 4 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ

મોરબીના નવલખી બંદરે ટ્રક ચાલકે વે બ્રિજમાં 4 લાખનું નુકશાન કર્યાની ફરિયાદ

માળીયા મિયાણા તાલુકાના નવલખી બંદર ઉપર આવેલ ગાયત્રી વે બ્રિજના પ્લેટફોર્મ ઉપર જીજે – 03 – બીટી – 7414 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે જોરદાર બ્રેક મારી બીજી વખત ટ્રકને એકદમ આગળ લેતા વે બ્રિજનું પ્લેટફોર્મ મૂળ જગ્યાએથી નીચે પડી જવાની સાથે વે બ્રિજના આઠ લોડ સેલ તૂટી જતા રૂપિયા ચાર લાખનું નુકશાન પહોંચતા વે બ્રિજના સંચાલક અસલમ અભરામભાઈ કચાએ ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.