મોરબીમાં આજે બ્રેકીંગ ન્યુઝ સામે આવ્યા છે.જેમાં મોરબી જિલ્લામાં 24 વર્ષ જૂનો બ્રિજ બેસી ગયા સમાચાર સામે આવ્યા છે. જેમાં વાંકાનેર નેશનલ હાઇવે અને રાતીદેવડી ગામને જોડતા બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. આ બ્રિજનો વચ્ચેનો ગાળો બેસી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.જેથી 12થી 15 ઔધોગિક એકમો માં માલ સમાન લાવવા 20 કિમિ નો ફોગટ ફેરો ફરવાની નોબત આવી છે. જડેશ્વર તરફના 7 થી 8 ગામના લોકોને પણ રોજગારી માટે શહેરમાંથી ફરજિયાત જવું પડશે. તેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે.