મોરબીના અવની ચોકડી વિસ્તારમાં રહેતા શૈલેશભાઈ બચુભાઈ સાણજા નામની વ્યક્તિએ તેની જીજે ૩૬ એફ ૨૪૯૫ નંબરની કાર સાવસાર પ્લોટમાં આવેલા સાગર હોસ્પિટલ પાસે તેની કાર પાર્ક કરીને રાખી હતી કારમાં એક થેલામાં રૂ ક લાખ જેટલી રકમ પણ હતી આ રૂપિયા અંગેની જાણે તસ્કરને જાણ થઇ ગઈ હોય તેમ કારની એક સાઈડની કારનો કાંચ તોડી કારમાં રહેલા રૂ ૧ લાખ ભરેલ થેલો ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો જે અંગે શૈલેશભાઈ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે મોરબી એલસીબીની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી જેમાં ઘટના સ્થળે એક શંકાસ્પદ રીતે રીક્ષાની હલચલ જોવા મળી હતી જેનો પત્તો લગાવવા ટેકનીકલ સર્વેલન્સ તેમજ બાતમી દોરોની મદદથી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે ચોરીની ઘટનામાં શંકાસ્પદ જણાતી જીજે ૧ જીટી ૦૯૯૧ નંબરની રીક્ષા ધરમપુર રોડ પર આવેલ યુનિક સ્કુલ પાસે ફરતી હોય આ બાતમી આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને કેતન દાતારામ ચૌહાણ નામના શખ્સને રીક્ષા સાથે ઝડપી લીધો હતો જેની આગવી ઢબે પૂછ પરછ કરતા તેને કારમાંથી રૂપિયા એક લાખની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જે બાદ પોલીસે આરોપીની રીક્ષા અને એક લાખ રોકડ સહીત રૂ 3 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેને એ ડીવીઝન પોલીસને સોપવા તજવીજ હાથ ધરી હતી.