મોરબી : મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ઇદ મસ્જિદ નજીક ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને છરી વડે ઇજાઓ પહોંચાડતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ગિરફતમાં લીધો હતો.
મોરબીના મચ્છીપીઠમાં ઇદ મસ્જિદ નજીક આરોપી મહેબૂબ કાસમભાઈ થૈયમ રહે.જોન્સનગર વાળો ગાળો બોલતો હોય ફરિયાદી સલીમભાઈ હુસેનભાઈ મોવર ઉ.50 રહે.મચ્છીપીઠ વાળાના પુત્ર સમીર સાથે માથાકૂટ કરતા તેમના પુત્ર નિઝમને ફોન આવતા નિઝામ આરોપી મહેબૂબને સમજાવી પરત ઘેર આવતો હતો ત્યારે થોડીવારમાં મહેબૂબ સલીમભાઈના ઘેર ધસી આવ્યો હતો અને છરી વડે હુમલો કરતા સલીમભાઈ, તેમના પુત્ર નિઝામ તેમજ વચ્ચે છોડાવવા પડેલા રજીયાબેનને હાથમાં છરી વડે ઇજા પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો હતો.