Friday - Oct 09, 2026

મોરબીના મગનભાઈ વડાવીયા સતત બીજી વખત કૃભકોના ડિરેક્ટર બન્યા

મોરબીના મગનભાઈ વડાવીયા સતત બીજી વખત કૃભકોના ડિરેક્ટર બન્યા

ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા , પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ઉધોગ અગ્રણી જગદીશભાઇ પનારા અને મોરબી ડેઈલી પરીવાર દ્વારા અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી 

મોરબીના મગનભાઈ વડાવીયા સતત બીજી વખત કૃભકોના ડિરેક્ટર બન્યા

મોરબીના સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવિયાની કૃભકોના ડિરેક્ટર તરીકે સતત બીજી વખત વરણી થઈ છે. જેને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે ફટાકડા ફોડી ઢોલ નગરાના તાલે ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ સહકારી અગ્રણીઓએ જણાવ્યું હતું કે મગનભાઈ વડાવીયા ખેડૂતોના પ્રશ્ને હંમેશા આગળ રહે છે. સહકારી ક્ષેત્રના પ્રશ્નના સોલ્યુશન માટે તેઓ અગ્રેસર હોય છે. જેથી કૃભકોના ડિરેક્ટર તરીકે નિમણુંક થતા મોરબી સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જેને પગલે માર્કેટિંગ યાર્ડ ખાતે ઢોલ નગારાના તાલે સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે.