Saturday - Jul 04, 2026

મોરબીની અપહૃત સગીરાને આરોપી સાથે પશ્ચિમ બંગાળથી શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ

મોરબીની અપહૃત સગીરાને આરોપી સાથે પશ્ચિમ બંગાળથી શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ

મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક આવેલ સિરામીક કારખાનામાથી અપહરણ થયેલ સગીરાને તથા આરોપીને પશ્વિમ બંગાળથી મોરબી તાલુકા પોલીસે શોધી કાઢી તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ સિરામીક કારખાનાની કોલોનીમાંથી આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને  લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય શોષણ કરવાના કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવાતા.
અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા તપાસ હાથ ધરતા ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી આરોપી પોતાના વતનમા હોવાની બાતમી મળેલ હોય જેથી મોરબી તાલુકા પોલીસની એક ટીમ બનાવી તપાસ અર્થે પશ્ચિમ બંગાળ ખાતે મોકલી પશ્ચિમ બંગાળની લોકલ પોલીસની મદદ થી આ ભોગબનનાર સગીરા તથા આરોપી રણજીત મન્ના કલીપદા મન્ના ઘનશ્યામ મન્ના ઉ.વ.-૨૦ને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.