Monday - Jul 06, 2026

મોરબીના લીલાપર પાસે સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી

મોરબીના લીલાપર પાસે સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી

મોરબીના લીલાપર પાસે આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા અજયભાઇ ખેંગારભાઈ સોલંકીના પાડોશી નરેશભાઈના મકાનનું કલર કામ ચાલુ હોવાથી કલરના છાંટા અજયભાઈના એક્ટિવા ઉપર ઉડતા અજયભાઈએ નરેશભાઈને આ બાબતે સમજાવવા જતા  ઉશ્કેરાઈ જઈ નરેશભાઈ અને અન્ય એક શખ્સે સાથે ઝઘડો કરી અજયભાઈને ઢીકાપાટુનો માર મારી અને એક અજાણ્યા માણસે હુમલો કરી, તથા કડિયાકામ કરવાનું ચુનાયડું અજયભાઈને માથામાં ફટકારી દેતા ગંભીર ઈજા પહોચી હતી.આ ઘટના મામલે અજયભાઈએ આરોપી નરેશભાઇ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.