Monday - Aug 17, 2026

મોરબીના જેતપર - પીપળી રોડ ઉપર 10 હજાર વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ

મોરબીના જેતપર - પીપળી રોડ ઉપર 10 હજાર વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ

મોરબીમાં નવ નિર્મિત પીપળી-જેતપર રોડ પર આજે મોરબી સિરામિક એસોસિએશન અને હરિહર ધામ ખોખરા હનુમાનના મુકતાનંદ બાપુ પ્રેરિત માવજત ફાઉન્ડેશન, વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પીપળી-જેતપર રોડ પર 10 હાજર જેટલા વૃક્ષો પિંજરા સાથે વાવવામાં આવશે. તેમજ માવજત ફાઉન્ડેશન દ્વારા 3 વર્ષ સુધી વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વેલેન્જા ગૃપના ત્રિભુવનભાઈ વાંસદડિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા અને કિરીટભાઈ પટેલ, વન વિભાગના આરએફઓ સોનલબેન શિલુ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશભાઈ આદ્રોજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.