Tuesday - Jul 28, 2026

એશિયન લેવલની ફેશન શોમાં મોરબીની પાંચ વર્ષની બાળકી ઝળકી

એશિયન લેવલની ફેશન શોમાં મોરબીની પાંચ વર્ષની બાળકી ઝળકી

એશિયન લેવલની ફેશન શોમાં મોરબીની પાંચ વર્ષની બાળકી ઝળકી હતી અને મોરબીની બાળકી ફેશન શોમાં અદભુત રીતે કેટવોક કરીને સૌના મન મોહી લેતા તેને વિજેતા જાહેર કરવામાં આવી છે. મોરબીની પાંચ વર્ષની બાળકી ક્રિસી સન્નીભાઈ છત્રોલાએ વિશ્વ સ્તરીય સ્પર્ધા માટે VVN એન્ટરટેઈનમેન્ટ ગ્રુપ દ્વારા પ્રસ્તુત લકનઉંમાં આયોજિત વર્લ્ડ લેવલ ફેશન શોમાં પદાર્પણ કર્યું હતું અને શોની વિજેતા બની છે અને તે મોરબી માટે ખૂબ જ ગૌરવની બાબત એ છે કે માત્ર પાંચ વર્ષની બાળકીએ આટલું શાનદાર પ્રદર્શન કર્યું છે અને એશિયન લેવલે મોરબીનું નામ રોશન કર્યું છે.