મોરબી : મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના પ્રાગટ્ય દિવસની ગઈકાલે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધક્કાવાળી મેલડી માં ચેરિટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સાંજે 2100 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો.