Sunday - Jul 05, 2026

મોરબી જિલ્લામાં બાંધકામ મંજૂરીના 3 પરિપત્ર રદ, હવે સત્તા ફરી ગ્રામ પંચાયતને હસ્તક.

મોરબી જિલ્લામાં બાંધકામ મંજૂરીના 3 પરિપત્ર રદ, હવે સત્તા ફરી ગ્રામ પંચાયતને હસ્તક.

જિલ્લા પંચાયતની સામાન્ય સભાના ઠરાવ બાદ ડીડીઓ ના આદેશથી ગ્રામજનોને તાલુકાના ધક્કામાંથી મુક્તિ મળશે.

મોરબી: મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મકાન બાંધકામની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં વહીવટી સરળતા ખાતર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં બહાર પાડવામાં આવેલા ત્રણ પરિપત્રો રદ કરી, બાંધકામ મંજૂરીની સત્તા ફરીથી ગ્રામ પંચાયતોને સોંપવામાં આવી છે.

​દોઢ વર્ષ જૂનો વિવાદ અંતે ઉકેલાયો:-

અગાઉ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરકારના પરિપત્રનો સંદર્ભ લઈ ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ માટે તાલુકા પંચાયતનાં એન્જિનિયરની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. આ જટિલ પ્રક્રિયાનો છેલ્લી બે સામાન્ય સભામાં ભારે વિરોધ થયો હતો. સભ્યો અને ગ્રામજનોની માંગ હતી કે આ સત્તા સ્થાનિક સ્તરે જ રહેવી જોઈએ.

મોરબી જિલ્લામાં બાંધકામ મંજૂરીના 3 પરિપત્ર રદ, હવે સત્તા ફરી ગ્રામ પંચાયતને હસ્તક.

આ અનુસંધાને ગત 2 જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે ઠરાવ નં-256 પસાર કરી જૂની વ્યવસ્થા રદ કરવા માંગ કરી હતી. જેને ધ્યાને લઈ ઇન્ચાર્જ ડીડીઓએ અગાઉના તમામ ત્રણ પરિપત્રો રદ કરવાનો હુકમ કર્યો છે.

​હવે પ્રક્રિયા શું રહેશે?

જિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને સ્પષ્ટ સૂચના આપી છે કે ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-104 મુજબ ગ્રામ પંચાયત વિસ્તારમાં બાંધકામ મંજૂરી આપવાની સત્તા જે-તે ગ્રામ પંચાયતની જ છે. તેથી હવેથી ગ્રામ પંચાયતોએ નિયમોનુસાર પોતાની કક્ષાએથી જ પરવાનગી આપવાની રહેશે. આ નિર્ણયથી ગ્રામજનોને નાની મંજૂરીઓ માટે તાલુકા કક્ષાએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે.